એકસાથે બે બે સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર થશે?
ગુજરાતમાં હજુ બે-ત્રણ અઠવાડિયાં અગાઉ જ વરસાદ અટક્યો છે. આ દરમિયાન ગુજરાત નજીક અરબી સમુદ્રમાં એક લો પ્રેશર એરિયા સર્જાયો છે, જેના કારણે ગુજરાતના હવામાનને અસર થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાશે જે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તે વાવાઝોડાનું રૂપ પણ ધારણ કરી શકે છે.
સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે દક્ષિણ પૂર્વ એશિયામાં ગાઢ વાદળો સર્જાયાં છે જે આગળ વધીને બંગાળની ખાડીમાં વાવાઝોડું પેદા કરી શકે છે.
25 નવેમ્બરની આસપાસ આ સિસ્ટમ વધારે મજબૂત બનશે તેવું હવામાન વિભાગ જણાવે છે. તાજેતરમાં આંધ્ર પ્રદેશના દરિયાકિનારે મોન્થા વાવાઝોડું સર્જાયું હતું, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારમાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાત્રીના તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારે ઘટાડો નહીં થાય. પરંતુ તાપમાન વધી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



