સાંભળી ન શકતી દીકરીને સ્વિમિંગ ચૅમ્પિયન બનાવનારાં માતાનો સંઘર્ષ

વીડિયો કૅપ્શન,
સાંભળી ન શકતી દીકરીને સ્વિમિંગ ચૅમ્પિયન બનાવનારાં માતાનો સંઘર્ષ

અદિતિને સાંભળવામાં તકલીફ છે, પરંતુ તેઓ એક સ્વિમિંગ ચૅમ્પિયન છે.

અદિતિએ 181 ગોલ્ડ અને 91 સિલ્વર મેડલ જીત્યા છે અને સાથે 27 બ્રોન્ઝ પણ. તે કુલ 299 મેડલ જીતી ચૂકી છે. તેણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લીધો છે.

પાંચ વર્ષની ઉંમરમાં તેણે ઉરાણના દરિયાથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીનું અંતર કાપ્યું હતું. 19 કિલોમીટરના આ અંતરને તેણે માત્ર સાડા ત્રણ કલાકમાં કાપ્યું હતું. ત્યારબાદ તેણે પાછું વળીને નથી જોયું...પછી તેણે માઇલસ્ટોન બનાવ્યો.

પરંતુ અદિતિની સફળતા સુધીની આ સફર સરળ રહી નથી. તેઓ અને તેમનાં માતાએ ઘણો સંઘર્ષ કર્યો છે. ચાલો જાણીએ તેમની સફળતા પાછળની કહાણી...

વૈશાલી નિલંગેકરને પોતાની અન્ય કોઈ ઓળખને બદલે અદિતિનાં માતા તરીકે ઓળખાવું વધુ ગમે છે
ઇમેજ કૅપ્શન, વૈશાલી નિલંગેકરને પોતાની અન્ય કોઈ ઓળખને બદલે અદિતિનાં માતા તરીકે ઓળખાવું વધુ ગમે છે