રાજકોટ : 'અમને જીવવા દેવા હોય તો ભાવ ઘટાડો', શાકના વધતા ભાવ અંગે મહિલાઓ શું બોલ્યાં?
રાજકોટ : 'અમને જીવવા દેવા હોય તો ભાવ ઘટાડો', શાકના વધતા ભાવ અંગે મહિલાઓ શું બોલ્યાં?
સામાન્ય રીતે શિયાળો શરૂ થાય એટલે લીલાં અને તાજાં શાકભાજી મોટાં પ્રમાણમાં ઉપલબ્ધ બને છે.
ઊંધિયું અને ઉંબાડિયાં જેવી વાનગીમાં પ્રચૂર માત્રામાં શાકભાજી વપરાય છે એટલે જ શિયાળામાં તે વિશેષ પ્રમાણમાં ખવાય છે.
બટાટા, ડુંગળી અને લસણ જેવાં કંદમૂળ પણ બારેમાસ ઉપયોગમાં લેવાતાં હોય છે. વેજિટેરિયન તથા નૉન-વેજિટેરિયન લોકો તેનો વ્યાપક ઉપયોગ કરે છે.
પરંતુ ભાવોમાં અસામાન્ય વૃદ્ધિએ સામાન્ય ઘરોનાં બજેટ ખોરવી નાખ્યાં છે. સરેરાશ પરિવાર માટે શિયાળામાં અને ઊંધિયું અને પાઉંભાજી તો દુર્લભ બન્યાં જ છે, રોજબરોજની થાળીમાંથી સામાન્ય ખાદ્યસામગ્રી પણ દૂર થઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



