ભારતનાં એ ટ્રાન્સજેન્ડર જેમનાં લગ્નને કાયદેસર માન્યતા મળી

વીડિયો કૅપ્શન, ભારતનાં એ ટ્રાન્સજેન્ડર જેમનાં લગ્નને કાયદેસર માન્યતા મળી
ભારતનાં એ ટ્રાન્સજેન્ડર જેમનાં લગ્નને કાયદેસર માન્યતા મળી

2019ના ઐતિહાસિક કોર્ટ ચુકાદા પછી શ્રીજા તામિલનાડુ રાજ્યમાં કાયદેસર રીતે લગ્ન કરનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બન્યાં. હવે એક નવી દસ્તાવેજી ફિલ્મ 'અમ્માઝ પ્રાઇડ' શ્રીજાનાંં લગ્નની માન્યતા મેળવવાની લડાઈ અને તેમનાં માતા વલ્લીના અતૂટ સમર્થનનું વર્ણન કરે છે.

"શ્રીજા મને મળેલી એક ભેટ જેવી છે," વલ્લી, 45, બીબીસીને કહે છે જ્યારે તે અને તેમનાં પુત્રી એક બીજાને ભેટી રહ્યાં છે.

"હું જાણું છું કે બધા ટ્રાન્સ લોકો પાસે મારી પાસે જે છે તે નથી હોતું," તામિલનાડુના થુથુકુડીનાં 25 વર્ષીય શ્રીજા ઉમેરે છે.

"મારું શિક્ષણ, મારી નોકરી, મારાં લગ્ન બધું જ મારી માતાના સમર્થનને કારણે શક્ય બન્યું."

તેઓ અને તેમનાં માતા પહેલી વાર અમ્માઝ પ્રાઇડ (માતાનું ગૌરવ) માં પોતાની વાર્તા કહી રહ્યાં છે. જે ભારતના દક્ષિણ રાજ્ય તામિલનાડુમાં કાયદેસર રીતે લગ્ન કરનાર પ્રથમ ટ્રાન્સ મહિલા તરીકે શ્રીજાના અનોખા અનુભવની વાત કરે છે.

જુઓ વીડિયો.

ટ્રાન્સજેન્ડર, 2019ના ઐતિહાસિક કોર્ટ ચુકાદા પછી શ્રીજા તામિલનાડુ રાજ્યમાં કાયદેસર રીતે લગ્ન કરનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બન્યાં. બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, 2019ના ઐતિહાસિક કોર્ટ ચુકાદા પછી શ્રીજા તામિલનાડુ રાજ્યમાં કાયદેસર રીતે લગ્ન કરનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બન્યાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.