ગુજરાત : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવાનો મામલો શું છે?

વીડિયો કૅપ્શન, બૉર્ડની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવાનો મામલો શું છે?
ગુજરાત : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવાનો મામલો શું છે?

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલી શાળામાં દસમા ધોરણના બોર્ડની પરીક્ષામાં કથિતપણે વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવાનો મામલો સામે આવ્યા બાદ હોબાળો થયો હતો.

જોકે, વાલીઓએ આની વિરુદ્ઘ વિરુદ્ધ જિલ્લા શિક્ષણવિભાગને રજૂઆત કરતા ઘટનામાં સામેલ જવાબદાર અધિકારીઓને પરીક્ષાની કામગીરીમાંથી હઠાવી દેવામાં આવ્યા છે.

બીજી તરફ શાળાના સંચાલકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચેકિંગ કરવાનો નિર્ણય સ્કૂલનો નહોતો. પરીક્ષા સુપરવાઇઝરના આદેશ પર હિજાબ કઢાવવાની સૂચના આપવામાં આવી હતી.

જાણો, શું હતો સમગ્ર મામલો? માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SALMAN NAZMI