કુંભમેળામાં યાત્રાળુઓ માટે 10 દિવસ ખાવાપીવા સહિતની વ્યવસ્થા કરનાર મુસ્લિમ બિરાદરની કહાણી
કુંભમેળામાં યાત્રાળુઓ માટે 10 દિવસ ખાવાપીવા સહિતની વ્યવસ્થા કરનાર મુસ્લિમ બિરાદરની કહાણી
દેશમાં હાલ હિંદુ ધર્મમાં આસ્થા રાખનાર ઘણા લોકો પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે.
પરંતુ કેટલાક લોકો એવા પણ હતા કે જેઓ તકનો લાભ નહોતા ઉઠાવી શક્યા.
આવા જ અમુક લોકોને પ્રયાગરાજમાં મહાકુંભ સ્નાન કરાવવાનું બીડું ઝડપ્યું આ મુસ્લિમ બિરાદરે.
બોટાદના મુસ્લિમ સમાજના અગ્રણી દિલાવર હામિદે મફતમાં 38 લોકોને પ્રયાગરાજ સહિતનાં તીર્થસ્થળોએ લઈ જવાનું આયોજન કર્યું.
આ સેવાભાવી મુસ્લિમ બિરાદરે આ તમામ યાત્રાળુઓના દસ દિવસના રહેવા-ખાવા સહિત બસભાડાની પણ વ્યવસ્થા કરી આપી હતી.
જુઓ, કોમી એકતાનું ઉદાહરણ પૂરો પાડતો આ વીડિયો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



