વાવ પેટાચૂંટણી : પરિણામ પહેલાં જ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ શું બોલ્યા?
વાવ પેટાચૂંટણી : પરિણામ પહેલાં જ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ શું બોલ્યા?
મતગણતરીના વલણ મુજબ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ ત્રીજા ક્રમે છે, પરંતુ તેમને મળેલા મતોએ ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવાર વચ્ચેના માર્જિનના મતોથી વધારે છે.
જે દર્શાવે છે કે ચૂંટણીનાં પરિણામો પર તેમની ઉમેદવારીની અસર જોવા મળશે.
ચૌધરી-પટેલ સમાજના માવજીભાઈ પટેલે ભાજપ પાસેથી ટિકિટની માગ કરી હતી, પરંતુ ભાજપે વર્ષ 2022માં કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર સામે પરાજિત થયેલા સ્વરૂપજી ઠાકોર ઉપર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નારાજ થયેલા માવજીભાઈએ અપક્ષ ઉમેદવારી કરી હતી. તેમને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ થયા હતા અને તેઓ ચૂંટણીજંગમાં ટકી રહ્યા હતા.
એ પછી ભાજપે મતદાન પૂર્વે માવજીભાઈ પટેલ સહિત પાંચ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



