'પપ્પાને દીવમાં રોકાવા બહુ સમજાવ્યા પણ ન માન્યા અને...', અમદાવાદ પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામેલાં દંપતીનાં સંતાનોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ' પપ્પાને દીવમાં રહેવા બહુ સમજાવ્યા પણ ન માન્યા અને...', અમદાવાદ પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામેલાં દંપતીનાં સંતાનોએ શું કહ્યું?
'પપ્પાને દીવમાં રોકાવા બહુ સમજાવ્યા પણ ન માન્યા અને...', અમદાવાદ પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામેલાં દંપતીનાં સંતાનોએ શું કહ્યું?

ગત 12 જૂને અમદાવાદમાં બનેલી પ્લેન ક્રૅશની ઘટનામાં 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

હવે શનિવારે મોડી રાત્રે આ ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવ્યો છે.

અકસ્માતમાં વિખેરાઈ ગયેલા ઘણા પરિવારો પૈકી એક પરિવાર દીવના દગાચીના દેવજી લખમણનો પણ હતો.

દેવજી લખમણ અને તેમનાં પત્ની વનીતાબહેન કાનાનાં આ અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં.

હવે તેમનાં સંતાનો માતાપિતા સાથે થયેલી છેલ્લી વાત યાદ કરીને શોક મનાવી રહ્યાં છે.

તેઓ યાદ કરી રહ્યા છે કે કેવી રીતે તેમણે પોતાના પપ્પાને દીવમાં જ રોકવા માટે મનાવ્યા પણ તેઓ ન માન્યા અને બાદમાં અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું.

જુઓ, સંપૂર્ણ વીડિયો. માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ,

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, વનિતા કાના અને દેવજી લખમણના દીકરા હર્ષદ દેવજી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન