બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને રામનાથ ગોયન્કા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

ઇમેજ સ્રોત, TashiTobgyal/IndianExpress
બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને પ્રતિષ્ઠિત રામનાથ ગોયન્કા પુરસ્કાર એનાયત થયો છે.
સમારંભનાં મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેજસ વૈદ્ય સહિતના વિજેતાઓને વર્ષ 2023 દરમિયાન પત્રકારત્વક્ષેત્રે ઉત્તમ પ્રદાન આપવા બદલ પુરસ્કાર એનાયત કરાયા હતા.
તેજસ વૈદ્યને ક્રિકેટ રમતી વિકલાંગ મહિલાઓ પરના એક અહેવાલ માટે આ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
તેમને સ્પૉર્ટ્સ જર્નલિઝ્મ કૅટેગરીમાં ઇન્ડિયન ઍક્પ્રેસ એક્સિલન્સ ઇન જર્નલિઝ્મ ઍવૉર્ડ (બ્રૉડકાસ્ટ/ડિજિટલ) મળ્યો છે.
તેજસ વૈદ્ય સતત બીજા વર્ષે આ પુરસ્કાર મેળવ્યો છે. તેજસ વૈદ્યનો અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.
તેજસ વૈદ્યનો ગત આરએનજી પુરસ્કાર વિજેતા અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.


ઇમેજ સ્રોત, Tejas Vaidya
BBCShe માટે ધ બ્રિજ તથા બીબીસીએ સાથે મળીને આ અહેવાલ તૈયાર કર્યો હતો.
ખેલજગતના મહિલાઓની સ્થિતિને સારી રીતે દર્શાવી શકાય તે માટે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અહેવાલને તેજસ વૈદ્ય તથા એનાક્ષી રાજવંશીએ તૈયાર કર્યો હતો, જેનું શૂટિંગ અને ઍડિટિંગ પવન જયસ્વાલ તથા ઉત્સવ ગજ્જરે કર્યું હતું.
બીબીસી માટે આ શ્રેણી દિવ્યા આર્યાએ પ્રૉડ્યૂસ કરી હતી.
રામનાથ ગોયન્કા ઍક્સિલન્સ ઇન જર્નાલિઝમ ઍવૉર્ડ્સ (આરએનજી ઍવૉર્ડ્સ) દેશમાં પત્રકારત્વક્ષેત્રે અપાતા પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક છે. રામનાથ ગોયન્કા અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના સંસ્થાપક હતા. વર્ષ 2006થી તેમની સ્મૃતિમાં આ પુરસ્કાર આપવામાં આવે છે.
પુરસ્કાર નક્કી કરનારી જ્યૂરીમાં દેશની સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.એન. કૃષ્ણા, ઓ.પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીના કુલપતિ સી. રાજકુમાર, માખનલાલ યુનિવર્સિટીના ઉપકુલપતિ કે.જી. સુરેશ, રોહિણી નિલકેણી તથા પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરૈશીનો સમાવેશ થાય છે.
આ પુરસ્કાર માટે અરજી કરવાની હોય છે, એ પછી મળેલી અરજીઓનું સ્ક્રિનિંગ થાય છે. જેમાંથી સમીક્ષા કર્યા બાદ વિજેતા નક્કી કરવામાં આવે છે.
ગત વર્ષે વર્ષ 2021 તથા 2022ના બે વર્ષના કુલ 43 વિજેતાઓને એકસાથે પુરસ્કાર અપાયા હતા. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતીન ગડકરીએ આ પુરસ્કાર એનાયત કર્યા હતા.

ઇમેજ સ્રોત, Tejas Vaidya
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













