કુંભમેળામાં થયેલો 30 હજાર ટન કચરાનો નિકાલ કેવી રીતે થયો હતો?
કુંભમેળામાં થયેલો 30 હજાર ટન કચરાનો નિકાલ કેવી રીતે થયો હતો?
કુંભમેળો-2025. 4000 હેક્ટરમાં ફેલાયેલો વિશ્વનો સૌથી મોટો મેળો એટલે પ્રયાગરાજનો કુંભમેળો. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં 66 કરોડ શ્રદ્ધાળુ આવ્યા હતા.
અહીં સફાઈ માટે હાજર હતા 15,000 કર્મચારીઓ. લોકોની સગવડતા માટે 1,50,000 ટૉઇલેટ બનાવાયાં હતાં.
આ મેળામાં આવેલા શ્રદ્ધાળુઓને કારણે 30,000 ટન કચરો ભેગો થયો હતો, જે 6500 એશિયાઈ હાથીઓના વજન બરાબર છે.
મેળામાં થયેલી સાફસફાઈએ એક ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવ્યો હતો. પણ આ 30 હજાર ટન કચરો આખરે ગયો ક્યાં? કેવી રીતે આ કચરાનો નિકાલ કરવામાં આવ્યો?
વિગતે જાણવા માટે જુઓ આ વીડિયો.
અહેવાલ- પુનીત બરનાલા, વિષ્ણુ તિવારી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



