સુરત: ' આંતરડાં તૂટે કે હાથ પગ, કામ પર તો જવું પડે', આકરી ગરમીમાં મજૂરી કરતી મહિલાઓ પર શું શું વીતે છે?

વીડિયો કૅપ્શન, સુરત: ' આંતરડાં તૂટે કે હાથ પગ, કામ પર તો જવું પડે', આકરી ગરમીમાં મજૂરી કરતી મહિલાઓ પર શું શું વીતે છે?
સુરત: ' આંતરડાં તૂટે કે હાથ પગ, કામ પર તો જવું પડે', આકરી ગરમીમાં મજૂરી કરતી મહિલાઓ પર શું શું વીતે છે?

ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને સ્પર્શે એટલે જનજીવન ઠપ થઈ જાય અને લોકો ઘરોમાં ભરાઈ રહેવાનું પસંદ કરતા હોય છે.

જોકે, કેટલાક લોકોએ આવા સમયે પણ કામ માટે બહાર નીકળવું પડે છે અને આજીવિકા માટે સંઘર્ષ કરે છે.

આવાં જ એક શ્રમિક મીનાબહેન વળવી કહેે છે કે જો અમે ઘરે બેસી રહીશું તો અમારા છોકરા, અમરાં માતા-પિતા અને અમે શું ખાઈશું?

ભારે ગરમીના કારણે ચક્કર આવવા કે હિટસ્ટ્રૉક જેવી સમસ્યા પણ થઈ શકે છે.

મીનાબહેન હોય કે અન્ય કોઈ શ્રમિક તેમના નામ અલગ-અલગ હોય છે, પરંતુ તેમની દાસ્તાન એક જ છે.

જુઓ ઉનાળામાં આજીવિકા રળવા માટે સંઘર્ષરત આવા શ્રમિકોની દાસ્તાન આ વીડિયોમાં.

ઉનાળામાં શ્રમિકોને કેવી મુશ્કેલી વેઠવી પડ઼ે છે, સાઇટ ઉપર કેવી તકલીફ પડે, મહિલાઓ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન