ભોજનમાં રોજ ખવાતું મીઠું સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે?
આપણા આહારમાં સોડિયમનો મુખ્ય સ્ત્રોત મીઠું છે. આપણા શરીરનાં ઘણાં કાર્યો માટે સોડિયમની જરૂર પડે છે. સોડિયમનું મુખ્ય કામ કોશિકાઓનું યોગ્ય કાર્ય અને પ્રવાહી, ઇલૅક્ટ્રોલાઇટ્સ અને બ્લડ પ્રેશરના સંતુલનનું નિયમન કરવાનું છે.
આહારમાં લેવામાં આવતું મીઠું 90 ટકા સોડિયમ પ્રદાન કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, તંદુરસ્ત લોકો માટે દરરોજ પાંચ ગ્રામ (લગભગ એક ચમચી જેટલું) કરતાં ઓછું મીઠું લેવાની ભલામણ કરવામાં આવી છે. જો કે, સ્પેનિશ એજન્સી ફૉર ફૂડ સેફ્ટી ઍન્ડ ન્યુટ્રિશન અનુસાર, સ્પેનમાં દરરોજ સરેરાશ 9.8 ગ્રામ મીઠું ખાવામાં આવે છે.
વધુ પડતું મીઠું ખાવાથી બ્લડપ્રેશર વધે છે. વધુમાં, આહારમાં તેનો વધુ પડતો ઉપયોગ કાર્ડિયોવૅસ્ક્યુલર રોગો, ગૅસ્ટ્રિક કૅન્સર અને સ્ટ્રોક જેવી સેરેબ્રોવેસ્ક્યુલર સમસ્યાઓનું જોખમ સૂચવે છે.
આહારમાં મીઠાનું સેવન ઘટાડીને બ્લડ પ્રેશરનું સ્તર સુધારીને આપણે આ રોગોનું જોખમ ઘટાડી શકીએ છીએ.
મીઠા અંગેના કૉમન સવાલોનો જવાબ મેળવો આ વીડિયોમાં....

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



