જૂનાગઢ: પોલીસે લોકોની ભીડમાં જઈ લોકોનાં પર્સ ચોરવાનો પ્રયાસ કેમ કર્યો?
જૂનાગઢ: પોલીસે લોકોની ભીડમાં જઈ લોકોનાં પર્સ ચોરવાનો પ્રયાસ કેમ કર્યો?
દિવાળીની ખરીદી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ચોરીની અનેક ઘટના સામે આવતી હોય છે. ત્યારે જૂનાગઢ પોલીસે લોકોને જાગૃત કરવા અનોખો રસ્તો અપનાવ્યો છે.
દિવાળીના તહેવારમાં રાજ્યના બજારોમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. આવા સમયે બજારમાં ખિસ્સાકાતરુ ઘણા લોકોના કિંમતી સામાન ચોરી લે છે.
આવા કિસ્સાને ધ્યાનમાં લઈને જૂનાગઢ પોલીસના અધિકારીઓએ લોકોને જાગૃત કરવા એક ઝુંબેશ ચલાવી હતી.
જેમાં તેઓ પોલીસ સ્ટાફ સાથે જૂનાગઢના બજારોમાં ગયા હતા અને ખરીદી કરી રહેલાં લોકોનાં પર્સ અને બૅગમાંથી તેમની જાણ બહાર સિફતથી કિંમતી વસ્તુ કાઢીને તેમને ધ્યાન રાખવા સમજાવ્યું હતું.
પોલીસે પોતાનાં આ પ્રયોગથી બજારમાં ખરીદી કરી રહેલાં લોકોને સજાગ કર્યા હતાં.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



