અમેરિકાથી પરત આવેલા લોકોનાં ગામોમાં કેવો માહોલ છે?
બુધવારે 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયો સાથેનું અમેરિકાનું સૈન્યવિમાન પંજાબના અમૃતસર ઍરપૉર્ટ ઉપર ઉતર્યું હતું. ત્યાં ઇમિગ્રૅશન, વૅરિફિકેશન તથા અન્ય કાયદેસરની ફૉર્માલિટી બાદ આ લોકો પોત-પોતાનાં ઘરે જવા રવાના થયા હતા.
આમાંથી ગુજરાતીઓને તેમના ઘરે પરત લાવવા રાજ્ય સરકારે ડીવાયએસપી દરજ્જાના અધિકારીને અમૃતસર મોકલ્યા હતા. ગુરૂવારે સવારે તેઓ અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ઉતર્યા હતા.
અહીં અલગ-અલગ જિલ્લાની પોલીસવાહન હાજર હતા. વૅરિફિકેશન બાદ તેમને આ વાહનોમાં પોત-પોતાનાં રહેણાંકોએ લઈ જવાયા હતા.
જે લોકોને ગુજરાત પરત મોકલવામાં આવ્યા, તેમાંથી 7 મુસાફર 15 વર્ષથી ઉંમરના છે. ડિપૉર્ટ કરાયેલા લોકોમાં ગાંધીનગરના 13, મહેસાણાના 10, પાટણના ચાર, અમદાવાદના બે, ઉપરાંત ભરૂચ, પાટણ, વડોદરા અને આણંદના રહીશ હોવાના અહેવાલ છે.
બીબીસી ગુજરાતીઓએ અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા આવા કેટલાક લોકોનાં ગામોની મુલાકાત લીધી અને ત્યાં કેવી પરિસ્થિતિ છે, તે જાણવાનો પ્રયાસ કર્યો. જાણો બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



