ગુજરાતનું એવું ગામ, જે બન્યું છે ચેસનું હબ તથા અનેક વિદ્યાર્થીઓ ધરાવે છે FIDE રૅન્કિંગ
ગુજરાતનું એવું ગામ, જે બન્યું છે ચેસનું હબ તથા અનેક વિદ્યાર્થીઓ ધરાવે છે FIDE રૅન્કિંગ
ગુજરાતના મહીસાગર જિલ્લામાં એક ગામ છે, જેનું નામ રતુસિંહના મુવાડા છે. આ ગામ ચેસનું હબ બની ગયું છે. અહીં ઘણાં બાળકો એફઆઈડીઈ રૅન્કિંગ ધરાવે છે.
અહીંની સરકારી શાળામાં બાલમંદિરથી લઈને ધો. આઠ સુધીના વર્ગો છે. આ શાળાના વિદ્યાર્થીઓ ફ્રી પિરિયડમાં અથવા તો ખાલી સમયમાં ચેસ રમવા લાગી જાય છે.
અહીંના ગણિતના શિક્ષક બાળકોને ગણિત ઉપરાંત શતરંજની ચાલો શીખવે છે. શાળાના વિદ્યાર્થીઓએ સ્થાનિક અને રાજ્યસ્તરે ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને હવે તેઓ ગ્રાન્ડમાસ્ટર બનવા માગે છે.
જુઓ કોણ છે તેમની પાછળનો પ્રેરણાસ્રોત તથા બાળકો તેના વિશે શું કહે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



