ગુજરાતી ફિલ્મોના 'પહેલા સુપરસ્ટાર'ની કહાણી, જુઓ બીબીસી બાલ્કનીમાં
"હું કચ્છજી ધરતી જો કારો નાગ... જેસલ જાડેજો
માનવીમાત્રને મારા ભરડામાં ભીંસી મગતરાની જેમ ચોળી નાખીશ."
ગુજરાતી ફિલ્મોમાં 'સ્ટાર પરંપરા' ઉપેન્દ્ર ત્રિવેદીથી શરૂ થઈ હતી, તેઓ પ્રથમ સુપરસ્ટાર હતા એવું ફિલ્મી વિવેચકો માને છે.
4 જાન્યુઆરી, 2015ના રોજ ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન થયું એ પછી તેમને અંજલિ આપતા એક લેખમાં ફિલ્મ વિવેચક સલિલ દલાલે લખ્યું હતું કે, "ગુજરાતી પ્રેક્ષકો તેમની ભાષાની ફિલ્મો કોઈ ઍક્ટરના નામ પર જોવા ઊમટે એવી સ્થિતિ પ્રથમ વાર ઉપેન્દ્ર ત્રિવેદીના આગમન પછી થઈ."
મૂળ ઈડર પાસેના કુકડિયા ગામના ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ 14 જુલાઈ, 1937ના રોજ થયો હતો અને ઉછેર ઉજ્જૈનમાં થયો હતો.
શરૂઆતમાં તેમને ગુજરાતી પણ સરખી રીતે બોલતા નહોતું ફાવતું. પછી તેઓ મુંબઈમાં ઠરીઠામ થયા હતા.
જેસલ જાડેજા, રા'નવઘણ, માલવપતિ મુંજ, વીર માંગડાવાળો જેવા લોકકથાનાં પાત્રોને ઘરે ઘરે જાણીતા કરી દીધા તે ઉપન્દ્ર ત્રિવેદીને અભિનય કરતાં જોઈને કોણ માની શકે કે તેમને ઉજ્જૈનમાં રહેતા હતા તે સમયમાં ગુજરાતી પણ સરખું બોલતા નહીં ફાવતું હોય.
સિત્તેરના જ દાયકામાં આવેલી હીટ ફિલ્મો જેવી કે 'રાજા ભરથરી', 'શેતલને કાંઠે' કે 'ભાદર તારાં વહેતાં પાણી' વગેરે ફિલ્મોમાં મુખ્ય અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી હતા.
બીબીસી બાલ્કનીના આ વીડિયોમાં ગુજરાતી ફિલ્મના એક સુપરહિટ અને ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા એક્ટરની વાત જેમને કેટલાક ફિલ્મોના વિવેચકો ગુજરાતી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર પણ કહે છે. ગુજરાતી ફિલ્મોમાં 'સ્ટાર પરંપરા'એમનાથી શરૂ થઈ હતી, તેઓ ગુજરાતી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર હતા એવું કેટલાક ફિલ્મી વિવેચકો માને છે. તો બીબીસી બાલ્કનીના આ વીડિયોમાં ઇન્ટરેસ્ટિંગ વાતો આ કલાકારની
અહેવાલ- તેજસ વૈદ્ય, ઍડિટ- આમરા આમિર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



