રાજકોટ : હવે ભક્તિનગરમાં ડિમોલિશન, જેમનાં મકાન તોડી પાડવામાં આવ્યાં તે મહિલાઓએ શું કહ્યું?
રાજકોટ : હવે ભક્તિનગરમાં ડિમોલિશન, જેમનાં મકાન તોડી પાડવામાં આવ્યાં તે મહિલાઓએ શું કહ્યું?
રાજકોટમાં જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ હવે ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે રેલવે તંત્રનું 'બુલડોઝર' ફરી વળ્યું અને વહેલી સવારથી જ દબાણો દૂર કરાયાં હતાં.
રાજકોટ શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક વર્ષોથી જામી ગયેલાં ગેરકાયદે દબાણો પર આજે રેલવે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. રેલવેની માલિકીની જમીન પર થયેલા કાચાં-પાકાં દબાણો દૂર કરવા માટે વહેલી સવારથી જ રેલવે સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અહીં રહેતા લોકોએ શું જણાવ્યું?
વીડિયો- બિપીન ટંકારિયા




