સુવેંદુ અધિકારીના મુખ્ય મંત્રી તરીકે શપથ

વીડિયો કૅપ્શન, સુવેંદુ અધિકારીના મુખ્ય મંત્રી તરીકે શપથ
સુવેંદુ અધિકારીના મુખ્ય મંત્રી તરીકે શપથ

ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સહિત ભાજપના અનેક નેતાઓની હાજરીમાં બંગાળી ભાષામાં શપથ લીધા હતા.

તેમની સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પૉલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડુ અને નિશિથ પ્રમાણિકે પણ મંત્રી તરીકે શપથ લીધાં છે.

અગ્નિમિત્રા પૉલ જાણીતાં ફૅશન ડિઝાઇનર છે અને 2019માં લોકસભાની ચૂંટણી અગાઉ રાજકારણમાં સામેલ થયાં હતાં.

દિલીપ ઘોષ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે. તેમના કાર્યકાળમાં ભાજપના સંગઠન માળખાને મજબૂતી આપવામાં આવી છે. તેઓ આરએસએસનું બૅકગ્રાઉન્ડ ધરાવે છે.

ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સહિત ભાજપના અનેક નેતાઓની હાજરીમાં બંગાળી ભાષામાં શપથ લીધા હતા.

ઇમેજ સ્રોત, ani

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન