દલિત પ્રેમીના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો અને યુવતીએ મૃતદેહ સાથે 'લગ્ન' કર્યાં
મહારાષ્ટ્રના નાંદેડમાં જૂના ઘાટ (જૂના ગંજ) વિસ્તારમાં હત્યાને કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
મૃતક યુવકનો યુવતી સાથે પ્રેમસંબંધ હતો, જેનો યુવતીના પરિવારજનો વિરોધ કરી રહ્યા હતા, એટલે તેમણે પ્રેમીની હત્યા કરાવી નાખી હોવાનો આરોપ છે.
સક્ષમ તાતે અને આચલ અલગ-અલગ જાતિનાં હતાં. સક્ષમ દલિત સમુદાયના હતા.
કેસની વિગત પ્રમાણે, નાંદેડના ઇતવારા વિસ્તારમાં રહેતા સક્ષમ તાટે (ઉં.વ. 20) તથા આચલ મામીડવાર (ઉં.વ .21) છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજાને પ્રેમ કરતાં હતાં. જોકે, આચલનો પરિવાર આ સંબંધની વિરોધમાં હતો, કેમ કે બંને અલગ-અલગ જાતિનાં હતાં.
સક્ષમની હત્યા પછી આચલ મૃતકના ઘરે પહોંચ્યાં હતાં અને સક્ષમના મૃતદેહ પર હળદર-કુમકુમ લગાડ્યાં હતાં અને પોતાના કપાળે પણ લગાડ્યાં હતાં.
એ પછી આચલે જાહેરાત કરી હતી કે તેઓ હવે સક્ષમના ઘરે જ રહેશે. સાથે જ તેમણે પોતાનાં માતાપિતા અને ભાઈઓને ફાંસીએ લટકાવી દેવાની માગ કરી હતી.
આચલે કથિત હત્યા બાદ પણ સક્ષમના મૃતદેહ સાથે લગ્ન કર્યાં હતાં. જુઓ આ પ્રેમી યુગલ અને કરુણ અંતની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
રિપોર્ટ - મસ્તાન મિર્ઝા, પ્રોડ્યૂસર - યશ વાડેકર , ઍડિટ - રાહુલ રણસુભે

ઇમેજ સ્રોત, Kiran Sakale/BBC
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



