આગામી દલાઈ લામા કોણ હશે, એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
તિબેટીયન બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક નેતા દલાઈ લામા તેનઝિન ગ્યાત્સો 6 જુલાઈએ તેમનો 90મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આના થોડા દિવસો પહેલા તેઓ તેમના ઉત્તરાધિકારી વિશે મોટી જાહેરાત કરી શકે છે.
તેઓએ 1959માં તિબેટથી ભાગવું પડ્યું હતું. ત્યારથી તેઓ ભારતમાં રહે છે.
31 માર્ચ, 1959માં તિબેટના આ ધર્મગુરુએ ભારતમાં પગ મૂક્યો હતો. 17 માર્ચે તેઓ તિબેટની રાજધાની લ્હાસાથી પગપાળા નીકળ્યા હતા અને હિમાલયના પહાડો પાર કરીને 15 દિવસ બાદ ભારતીય સીમામાં દાખલ થયા હતા.
ચીન તિબેટ પર પોતાના દાવો રજૂ કરે છે. આખરે 85 વર્ષીય આ વૃદ્ધથી ચીન આટલું કેમ ચીડાય છે? જે દેશમાં દલાઈ લામા જાય છે ત્યાં સત્તાવાર રીતે ચીન પોતાનો વિરોધ નોંધાવે છે. આખરે આવું શા માટે?
ચીન દલાઈ લામાને અલગાવવાદી નેતા માને છે. તે વિચારે છે કે દલાઈ લામા તેમના માટે સમસ્યા છે.
દલાઈ લામા અમેરિકા જાય તો પણ ચીનના કાન ઊંચા થઈ જાય છે. 2010માં તત્કાલીન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ચીનનો વિરોધ છતાં દલાઈ લામા સાથે મુલાકાત કરી હતી.
દલાઈ લામાની ચૂંટણીપ્રક્રિયાને લઈને વિવાદ રહ્યો છે. 13મા દલાઈ લામાએ 1912માં તિબેટને સ્વતંત્ર જાહેર કરી દીધું હતું.
અંદાજે 40 વર્ષ બાદ ચીનના લોકોએ તિબેટ પર આક્રમણ કર્યું. ચીનનું આ આક્રમણ થયું ત્યારે ત્યાં 14મા દલાઈ લામાને ચૂંટવાની પ્રક્રિયા ચાલતી હતી. તિબેટને આ લડાઈમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કેટલાંક વર્ષો પછી તિબેટના લોકોએ ચીની શાસન સામે વિદ્રોહ કર્યો. તેઓ પોતાની સંપ્રભુતાની માગ કરવા લાગ્યા. જોકે વિદ્રોહીઓને તેમાં સફળતા ન મળી.
દલાઈ લામાને લાગ્યું કે તેઓ ખરાબ રીતે ચીનની ચુંગાલમાં ફસાઈ જશે. આ દરમિયાન તેઓએ ભારત તરફ પ્રયાણ કર્યું. દલાઈ લામાની સાથે મોટી સંખ્યામાં તિબેટિયનો પણ ભારત આવ્યા હતા. આ વર્ષ 1959નું હતું.
ભારતમાં દલાઈ લામાને શરણ મળતાં ચીનને સારું ન લાગ્યું. ત્યારે ચીનમાં માઓત્સે તુંગનું શાસન હતું.
દલાઈ લામા અને ચીનના કૉમ્યુનિસ્ટ શાસન વચ્ચે તણાવ વધતો ગયો. દલાઈ લામાને દુનિયાભરમાંથી સહાનુભૂતિ મળી, પરંતુ હજુ સુધી તેઓ નિર્વાસનની જિંદગી જીવી રહ્યા છે.
ચીન અને દલાઈ લામાનો ઇતિહાસ જ ચીન અને તિબેટનો ઇતિહાસ છે.
આગામી દલાઈ લામા કોણ હશે તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે? અત્યાર સુધી શું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં શું થવાની સંભાવના છે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, આ ખાસ સમજૂતી જુઓ.
અહેવાલ - રાઘવેન્દ્ર રાવ
ઍડિટ - આમરા આમિર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



