આ ગુજરાતી મહિલાએ ગાંઠિયા, ખમણ, મોહનથાળ સહિતની વાનગીઓનો સાઉદી અરેબિયામાં કેવો ચસકો લગાડ્યો?

વીડિયો કૅપ્શન, ગુજરાતી વાનગીઓનો સ્વાદ લોકોને સાઉદી અરેબિયામાં કરાવતાં અર્ચનાબહેનને મળો
આ ગુજરાતી મહિલાએ ગાંઠિયા, ખમણ, મોહનથાળ સહિતની વાનગીઓનો સાઉદી અરેબિયામાં કેવો ચસકો લગાડ્યો?

આઠેક વર્ષ પહેલાં અર્ચનાબહેન ગોહિલના પતિને સાઉદી અરેબિયામાં નોકરી મળી હતી, ત્યારે અર્ચનાબહેન પણ તેમની સાથે અલખોબાર શહેરમાં આવીને રહેવા લાગ્યાં.

અર્ચનાબહેને ફાઇનાન્સ સાથે એમબીએ કર્યું છે. તેઓ નવાસ્થળે પ્રોફાઇલ મુજબ જૉબ શોધી રહ્યાં હતાં, ત્યારે જ તેમને ઘરેથી જ કંઈક કરવાનો વિચાર આવ્યો અને તેમની વાનગીઓની મિજબાની શરૂ થઈ.

અર્ચનાબહેનનું કહેવું છે કે ઘરથી દૂર રહેતા મૂળ ભારતીયો હોય કે સ્થાનિકો ગુજરાતી વાનગીઓનો સ્વાદ લોકોને પસંદ આવી રહ્યો છે.

અર્ચનાબહેનની સફર કેવી રહી છે અને કોરોનાકાળ દરમિયાન પડકારજનક સમય પણ આવ્યો. અર્ચનાબહેનનાં ભોજન, ફેવરિટ વાનગીઓ તથા સ્વાદ વિશે લોકો શું કહી રહ્યાં છે, જાણો આ વીડિયોમાં.

વીડિયો : ભૂમિશી ભટ્ટ‌ દવે

ઍડિટ : આમરા આમિર

અર્ચનાબહેન, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન