એવી પ્રથા જેમાં છૂટાછેડા માટે છોકરીઓએ વરપક્ષને રૂપિયા ચૂકવવા પડે
'નાતરાં ઝઘડા' પ્રથા એ ભૂતકાળમાં સ્ત્રીઓ અને પુરુષોને સામાજિક રીતે વધુ સારા જીવનનો અધિકાર આપતી હતી પરંતુ હાલના સમયમાં તે ઘણી સ્ત્રીઓ માટે સજા બની છે.
આ પ્રથા હેઠળ છોકરીઓની સગાઈ નાનપણમાં જ કરી દેવાય છે. જો છોકરી કોઈ પણ કારણસર સંબંધ તોડવા માગે તો તેના પરિવારે લાખો રૂપિયા ચૂકવવા પડે છે. રોકડ ન ચૂકવી શકાય તો મામલો પંચાયતમાં જાય છે.
મોટા ભાગના કિસ્સામાં નિર્ણય છોકરાવાળાના પક્ષમાં જ આવે છે. એવામાં છોકરીવાળા કાં તો દેવું લઈને રૂપિયા ચૂકવે છે કાં તો છોકરીનાં બીજાં લગ્ન કરી દેવાય છે જેથી સાસરિયાઓ એ રકમ ચૂકવી શકે.
ગામમાં જ્યારે પણ આવા મામલા સામે આવે છે તો પંચાયત તેનો નિર્ણય કરે છે.
પંચાયત બંને પક્ષોને બેઠકમાં સામેલ કરે છે અને પછી રકમ નક્કી કરાય છે.
પોલીસ મુજબ રાજગઢમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં ઝઘડા નાતરા સાથે સંકળાયેલા 500થી વધારે મામલાઓ નોંધાયા છે.
કેમ આ પ્રથા અટકતી નથી?
વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



