ખાંડની નિકાસ પર પ્રતિબંધ, શું અસર થશે?
ખાંડની નિકાસ પર પ્રતિબંધ, શું અસર થશે?
પ્રકાશિત
કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર 30મી સપ્ટેમ્બર, 2026 સુધી પ્રતિબંધ ફરમાવી દીધો છે.
બુધવારે 13 મેએ આ નિર્ણય લેવાયો હતો. તો સરકારે કેમ ખાંડની નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય લીધો,
શું દેશમાં ખાંડની અછત થવાની આશંકા છે એ સવાલ સ્વeભાવિક થાય, પણ એની સાથે હાલની સ્થિતિમાં બીજા પણ કેટલાક મુદ્દ જોડાયેલા છે
ભારત વિશ્વમાં ખાંડનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે અને તેની ગણના સૌથી વિશાળ નિકાસકારોમાં થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિદેશી હૂંડિયામણના ભંડારને મજબૂત બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકી રહ્યા છે, તેવા વખતે ભારતના સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા રોકડિયા પાકમાં સ્થાન ધરાવતી ખાંડની નિકાસ પરના પ્રતિબંધના નિર્ણય સામે સવાલો ઊઠ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



