અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે?

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે?
અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે.

એવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું આંદામાન નિકોબાર અને શ્રીલંકાના કેટલાક ભાગોમાં પહોંચી ચૂક્યું છે અને 26 મે આસપાસ કેરળ પહોંચવાની શક્યતા છે.

અરબી સમુદ્રમાં 21-22 મે આસપાસ એક નવી સિસ્ટમ બની રહી છે, પરંતુ તેની ગુજરાત પર સીધી અસર થવાની શક્યતા નહિવત્ છે.

જોકે, 22-23 મે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ગરમીમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન હજુ પણ 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.

ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવું અનુમાન છે.

વીડિયો : દીપક ચુડાસમા

ગુજરાત હવામાન, બીબીસી ગુજરાતી, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન