સુરતના વકીલ મેહુલ બોઘરાએ કેમ કહ્યું કે, 'જો અભણ લોકો ચૂંટાઈને ધારાસભ્ય બનતા હોય, તો પછી અમે તો ભણેલા છીએ'

વીડિયો કૅપ્શન, સુરતના વકીલ મેહુલ બોઘરાએ ભાજપના રાજકારણ વિશે શું કહ્યું?
સુરતના વકીલ મેહુલ બોઘરાએ કેમ કહ્યું કે, 'જો અભણ લોકો ચૂંટાઈને ધારાસભ્ય બનતા હોય, તો પછી અમે તો ભણેલા છીએ'

થોડા મહિના પહેલાં ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર’ વ્યક્તિની છબિ ધરાવતા સુરતના ઍડ્વોકેટ મેહુલ બોઘરા તેમના પર થયેલા હુમલા બાદ ચર્ચામાં આવ્યા હતા. બીબીસી ગુજરાતીએ હવે જ્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ફરી એક વાર તેમનો સંપર્ક કર્યો હતો. મેહુલ બોઘરાના સમર્થકોમાં ઘણા ‘લોકપ્રિય’ છે, તે પૈકી ઘણા તેમને વારંવાર રાજકારણમાં આવવા માટે પ્રેરે છે. પરંતુ તેઓ રાજકારણ વિશે કેવો મત ધરાવે છે? તેમજ રાજ્યના સત્તાપક્ષ ભાજપના રાજકારણ વિશે તેમનું શું કહેવું છે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

મેહુલ બોઘરા

ઇમેજ સ્રોત, Mehul Bhoghara FB

રેડ લાઇન
રેડ લાઇન