'મેં મારી મમ્મીને ફોન પર કહ્યું હવે હું નહીં બચી શકું' મણિપુર હિંસાનો ભોગ બનેલાં મહિલાઓની આપવીતી
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે પાછલા અઢી મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગત બુધવારે મણિપુમાં બે મહિલા સાથે યૌન ઉત્પીડનનો એક ભયાવહ વીડિયો સામે આવ્યો હતો.
ભારતના ઉત્તરપૂર્વમાં આવેલા રાજ્ય મણિપુરમાં બે મહિનાથી વધુ સમય સુધી હિંસા ચાલી.
મ્યાનમાર સાથે સરહદ ધરાવતું રાજ્ય મણિપુર મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચેની અથડામણથી હિંસાનો શિકાર બન્યું. આ સમુદાયોનાં પાડોશી ગામો હજુ પણ હુમલાઓની ભીતિમાં જીવે છે.
3જી મેના રોજ મણિપુરમાં સરકારના લઘુમતિ સંબંધિત એક કાયદાના પ્રસ્તાવને પગલે વંશીય હિંસા ફાટી નીકળી.
કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચેની અથડામણમાં 130થી વધુ લોકો માર્યા ગયા હતા અને 60 હજારથી વધુ લોકો પોતાના જ રાજ્યમાં આશ્રય કૅમ્પમાં શરણું લેવા મજબૂર થયા.
મૈતેઈ સમુદાયમાંથી મોટા ભાગના લોકો હિંદુ ધર્મ પાળે છે. ઇમ્ફાલ સહિતનાં ગામોમાં આ સમુદાય રહે છે. ખુનૈજામ શાંતિ પણ તેવા ગામમાં જ રહે છે.
કુકી સમુદાયના મોટા ભાગના લોકો ખ્રિસ્તિ ધર્મ પાળે છે અને તે પર્વતીય ગામોમાં રહે છે.
વીડિયો : દિવ્યા આર્યા, ઇમ્ફાલથી, શૂટ-ઍડિટ : સિરાજ અલી






