ગુજરાતની ત્રણ બોટ ડૂબતાં બે માછીમારોનાં મોત, બચેલા ખલાસીએ કહ્યું દરિયામાં શું સ્થિતિ છે?

વીડિયો કૅપ્શન, અમરેલીના દરિયામાં બોટ ડૂબ્યા બાદ ગુમ ખલાસીનાં પત્નીની વ્યથા
ગુજરાતની ત્રણ બોટ ડૂબતાં બે માછીમારોનાં મોત, બચેલા ખલાસીએ કહ્યું દરિયામાં શું સ્થિતિ છે?

તાજેતરમાં જ અમરેલીના જાફરાબાદ બંદરની બે અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરા બંદરની એક એમ કુલ ત્રણ ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ હતી.

જેમાં 11 માછીમારો ગુમ થઈ ગયા હતા. તેમાંથી એક હરેશભાઈ પણ છે.

હૈયાફાટ રુદન કરતાં પૂનમબહેનના પતિ હરેશભાઈની છેલ્લા ચાર દિવસથી કોઈ ભાળ નથી.

જે બોટ ગુમ થઈ છે તેનાં નામ 'જયશ્રી તાત્કાલિક', 'દમયંતી' અને 'મુરલીધર' છે.

જે માછીમારો ગુમ થયા હતા, તેમાંથી બે લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે.

તેમના મૃતદેહ જ્યારે કિનારે લવાયા ત્યારે માહોલ ગમગીન બની ગયો હતો.

દરિયામાંથી બચીને આવેલા ખલાસીએ જણાવ્યું કે દરિયામાં કેવી સ્થિતિ હતી.

અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે બીબીસીને જણાવ્યું હતું કે, "હવામાન અતિશય ખરાબ હોવાથી માત્ર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનાં જહાજો અને વિમાનો જ માછીમારો ગુમ છે તેની શોધખોળ કરવા માટે સમર્થ છે."

જુઓ, આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો બીબીસી ગુજરાતી સાથે.

તાજેતરમાં જ અમરેલીના જાફરાબાદ બંદરની બે અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરા બંદરની એક એમ કુલ ત્રણ ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ હતી.

ઇમેજ સ્રોત, Farukh Qadri

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન