રાજકોટ : 'નળ ચાલુ કરે તો ગટરવાળું પાણી આવે' મહિલાઓએ શું કહ્યું?
રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી આર્યમાન ઓનર્સ ઍસોસિયેશન સોસાયટીના રહીશો પાછલા કેટલાક સમયથી દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
સોસાયટીના રહીશો પાણી ભરવા નળ ચાલુ કરે તો ગટરનું દુર્ગંધવાળું પાણી આવતું હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
અહીં ઘરે ઘરે પાણીના બોર છે, પણ તે પાઇપલાઇનમાં પણ ગટરનું પાણી ભળી જવાની ફરિયાદ છે.
તેમનો આરોપ છે કે ઑક્ટોબર 2025થી આ સ્થિતિ છે.
ઉપરાંત તેમનું કહેવું છે કે કૉર્પોરેશનના અધિકારીઓને જાણ કર્યા બાદ તેઓ માત્ર તપાસ કરીને જતા રહે છે, અને સમસ્યાનો કોઈ નક્કર અંત આવતો નથી.
સ્થાનિકોનો દાવો છે કે કૉર્પોરેશનના અધિકારીઓની આ મુલાકાત બાદ કામ થઈ ગયાનો મૅસેજ આવી જાય છે, પરંતુ હકીકતમાં સમસ્યાનું નિરાકરણ થયું નથી હોતું.
કૉર્પોરેશનની ચૂંટણી નજીક છે ત્યારે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે કોઈ પણ નેતાઓ અહીં મત માગવા ના આવે.

ઇમેજ સ્રોત, Dhiraj Singh/Bloomberg via Getty Images



