ગુજરાતની એ શાળા જ્યાં શિક્ષકો તો છે પરંતુ ભણવા માટે કોઈ વિદ્યાર્થીઓ નથી

વીડિયો કૅપ્શન, ગુજરાતની એ શાળા જ્યાં શિક્ષકો તો છે પરંતુ વિદ્યાર્થીઓ નથી, આવું કેમ
ગુજરાતની એ શાળા જ્યાં શિક્ષકો તો છે પરંતુ ભણવા માટે કોઈ વિદ્યાર્થીઓ નથી

આણંદના ખંભાત તાલુકાની જ્યૂબિલિ માદ્યમિક શાળામાં નિયત કરેલાં સમયે રોજ ત્રણ શિક્ષકો આવે છે, બેસે છે અને સમય થયે જતા રહે છે. તેઓ ભણાવે કોને? કારણ કે શાળામાં કોઈ વિદ્યાર્થી જ નથી.

એક પણ વિદ્યાર્થી ન હોવા છતાં શિક્ષકોનો પગાર સહિતની બાબતોને અંદાજે ત્રણ લાખનો ખર્ચ થાય છે. ગયા વર્ષે શાળાને મળેલી ગ્રાન્ટ પણ પાછી લઈ લેવાઈ હતી. અને આ વર્ષે તો ગ્રાન્ટ જ નથી મળી.

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં ગયા શૈક્ષણિક વર્ષ તો છેલ્લે માત્ર બે જ વિદ્યાર્થી હતા. ચાલુ શૈક્ષણિક વર્ષમાં તો આ આંક શૂન્ય થઈ ગયો છે.

આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી કેમ રહી જાણો આ વીડિયો અહેવાલમાં....

આણંદની વિદ્યાર્થીવિહીન શાળાનો ક્લાસરૂમ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.