સુરેન્દ્રનગરના ખેડૂતોને મરચાંની ખેતી રળી આપે છે એક એકરે પાંચ લાખ રૂપિયા

વીડિયો કૅપ્શન, મરચાંનું વાવેતર કરીને કેવી રીતે સુરેન્દ્રનગરના ખેડૂતો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે?
સુરેન્દ્રનગરના ખેડૂતોને મરચાંની ખેતી રળી આપે છે એક એકરે પાંચ લાખ રૂપિયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા પંથકમાં લાલ મરચાંનું વિપુલ વાવેતર થાય છે.

ચૂડાનું આ મરચું દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને મરચાની આવકમાંથી અહીંના ખેડૂતો લખપતિ બન્યા છે.

રાજુભાઈ સાપરા કહે છે, સુકું મરચું 4000-5800 રૂપિયા સુધીમાં વેચાય છે.

ખેડૂતો કહે છે કે કપાસના વાવેતરમાં મોડે પૈસા મળે છે જ્યારે મરચાં આજે ઊતારો અને કાલે પૈસા મેળવી લ્યો.

ખેડૂત બે એકરની જમીનમાં મરચાંનું વાવેતર કરે તેમને વર્ષે 10 લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકે છે.

જોકે અહીંનું હવામાન અને જમીન મરચાંને માફક આવે એવી છે.

દિલ્હી, મુંબઈ, કલકત્તા, સુરત વગેરે શહેરોમાં આ મરચાંની નિકાસ થાય છે.

ખેડૂત
Redline
Redline