રાજકોટ : કૅન્સર સામે જંગથી માંડી ‘ગરીબ મહિલાઓનાં તારણહાર’ બનવાની દેવિકાબહેનની કહાણી
રાજકોટ : કૅન્સર સામે જંગથી માંડી ‘ગરીબ મહિલાઓનાં તારણહાર’ બનવાની દેવિકાબહેનની કહાણી
રાજકોટ જિલ્લાના કૂવાડવા ગામનાં દેવિકાબહેન એક જીવતાંજાગતાં પ્રેરણાસ્રોતથી કમ નથી.
તેમણે ત્રીજા સ્ટેજના કૅન્સરથી બચ્યા બાદ હવે ગરીબ મહિલાઓને પગભર કરવાનો સેવાયજ્ઞ આદર્યો છે.
તેમણે કૅન્સરની સારવાર બાદ જરૂરિયાતમંદ મહિલાઓની મદદ કરવા માટે દેવીશક્તિ મહિલામંડળની સ્થાપના કરી અને મહિલાઓ માટે જીવન સમર્પિત કરવાનો નિર્ધાર કરી લીધો.