અંબાજીમાં એક સમયે ભીખ માગતાં બાળકો આજે મ્યુઝિકલ બૅન્ડ થકી સૂર છેડે છે
અંબાજીમાં એક સમયે ભીખ માગતાં બાળકો આજે મ્યુઝિકલ બૅન્ડ થકી સૂર છેડે છે
પ્રોફેશનલ ડ્રેસમાં સજ્જ અને બૅન્ડ પર કર્ણપ્રિય ધૂનો વગાડતા આ બાળકો એક સમયે બનાસકાંઠાના અંબાજીમાં ભિક્ષા માગીને ગુજરાન ચલાવતાં હતાં.
એવામાં એક સંસ્થાએ તેમનો હાથ પકડ્યો. સંસ્થાએ ન કેવળ બાળકોને ભણવા માટે પુસ્તકો આપ્યાં, પરંતુ આ બાળકો ફરીથી ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિમાં જોડાય ન જાય, એટલા માટે તેમને બૅન્ડની તાલીમ આપી.
આ બાળકોએ બેગ પાઇપર બૅન્ડ તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
જાણો આ બાળકોના જીવનની કહાણી અને કેવી રીતે તેમનામાં પરિવર્તન આવ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



