એ સંસ્થા, જે ભગવાનના જૂના ફોટો એકઠા કરીને પર્યાવરણનું રક્ષણ કરે છે
એ સંસ્થા, જે ભગવાનના જૂના ફોટો એકઠા કરીને પર્યાવરણનું રક્ષણ કરે છે
લોકો તસવીરને પોતાના ઘરમાં કે મંદિરમાં રાખીને તેની પૂજા કરે છે. જોકે, અમુક સમય થયા બાદ આ તસવીરનો ત્યાગ કરી દે છે.
તેને મંદિરમાં, ઝાડની નીચે કે કોઈ જળસ્રોત પાસે ત્યજી દે છે. જ્યાં શ્વાન સહિતનાં પશુઓ આંટાફેરા કરતા હોય છે.
ત્યારે કર્ણાટકનાં બૅંગલુરુની એક સ્વયંસેવી સંસ્થાએ પુરાણી ફોટોફ્રેમનો અનાદર ન થાય તેના માટે અભિયાન હાથ ધર્યું છે.
આ માટે સ્વયંસેવકોની ટીમ શહેરમાં ઠેર-ઠેર ફરે છે અને તસવીરોને એકઠી કરે છે.
જેનાથી પર્યાવરણને પણ લાભ થાય છે. સમૂહની કહાણી જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



