અમદાવાદ: આધારકાર્ડના કામ માટે ગયેલું દંપતી પ્લેન ક્રૅશ બાદ કેવી રીતે ગુમ થઈ ગયું, પરિવારે શું આરોપ લગાવ્યો?

વીડિયો કૅપ્શન, અમદાવાદ પ્લેન ક્રૅશ : આધારકાર્ડના કામે ગયેલું દંપતી લાપતા, પરિવારના સભ્યોને શું પુરાવો મળ્યો?
અમદાવાદ: આધારકાર્ડના કામ માટે ગયેલું દંપતી પ્લેન ક્રૅશ બાદ કેવી રીતે ગુમ થઈ ગયું, પરિવારે શું આરોપ લગાવ્યો?

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતું દંપતી આધારકાર્ડના કામ માટે ગયું હતું પરંતુ તારીખ 12 જૂનના રોજ બનેલી અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ આ દંપતીની કોઈ ભાળ મળી રહી નથી.

આ દંપતીને બે સંતાનો પણ છે. જે હાલ એમનાં દાદા-દાદી પાસે રહે છે.

મૃતકના પરિવારે આ અંગે પોલીસમાં અરજી આપી છે. ડીએનએ કામગીરી પૂર્ણ થયા બાદ જાણકારી આપવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પરિવારજનોના કહેવા પ્રમાણે અમદાવાદમાં પ્લેન ક્રૅશ થયું એ સ્થળની પાસેથી સળગેલી હાલતમાં સ્કૂટર અને બળેલા આધારકાર્ડની કૉપી મળી આવી છે.

પરિવારજનોએ માત્ર પ્લેનમાં માર્યા ગયેલા લોકો તરફ જ ધ્યાન અપાતું હોવાનો અને પ્લેન ક્રૅશની આસપાસનાં સ્થળે મૃત્યુ પામેલાં અન્ય મૃતકોના પરિવારજનોને અવગણવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઘટનાની વિગતમાં જાણકારી આપતો વીડિયો જુઓ.

અમદાવાદ: આધારકાર્ડના કામ માટે ગયેલું દંપતી પ્લેન ક્રૅશ બાદ કેવી રીતે ગુમ થઈ ગયું, પરિવારે શું આરોપ લગાવ્યો?

ઇમેજ સ્રોત, CHAVDA FAMILY

ઇમેજ કૅપ્શન, અમદાવાદ: આધારકાર્ડના કામ માટે ગયેલું દંપતી પ્લેન ક્રૅશ બાદ કેવી રીતે ગુમ થઈ ગયું, પરિવારે શું આરોપ લગાવ્યો?

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન