મોરબી પુલ દુર્ઘટનામાં ખોવાઈ ગયેલી પોતાની બહેનને શોધતા ભાઈની આપવીતી
મોરબી પુલ દુર્ઘટનામાં ખોવાઈ ગયેલી પોતાની બહેનને શોધતા ભાઈની આપવીતી
‘પુલ તૂટ્યો ત્યારે અમે ઉપર જ હતા, અમે વચ્ચોવચ પાણીમાં પડ્યાં હતાં. હું તો બચી ગયો પણ મારી બહેનનો કોઈ પત્તો નથી. કાલ સાંજથી એને શોધું છુ, હજી મળી નથી.’
મોરબીમાં બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક લાઇવમાં યુવકે રડતાં-રડતાં પોતાની આ આપવીતી જણાવી હતી.
બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય અને રોક્સી ગાગડેકર છારા સોમવારે સવારે મોરબીમાં મચ્છુ નદીના કિનારેથી ફેસબુક લાઇવ કરી રહ્યા હતા, એ વચ્ચે એક યુવક રડતો-રડતો ત્યાં આવ્યો હતો. આ યુવકે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતા કહ્યું હતું કે, "મારી બહેન લાપતા છે મને હજી સુધી નથી મળી."



