સમાજના નવા બંધારણ પર બોલતાં વિક્રમ ઠાકોરે આ વાત કરી
ગાંધીનગરમાં ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યે અલ્પેશ ઠાકોરની આગેવાની ઠાકોર સમાજનું મોટું સંમેલન યોજાયું હતું. તેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.
આ સંમેલનમાં ગેનીબહેન ઠાકોર, જગદીશ ઠાકોર જેવા વિપક્ષના નેતાઓ અને વિક્રમ ઠાકોર જેવા પ્રચલિત કલાકારો પણ હાજર રહ્યા હતા.
આ સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાનોએ સમાજમાં વ્યાપ્ત બદીઓ દૂર કરવાનું આહ્વાન કર્યું હતું અને સમાજને કઈ રીતે આગળ લઈ જઈ શકાય તેની ચર્ચા કરી હતી.
વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, "એવું નથી કે અમારા સમાજમાં જ વ્યસન છે, આપણે દરેક સમાજના લોકોને મારી વિનંતી છે કે તે વ્યસન દૂર કરે."
અહીં ઉલ્લેખનીય છે કે વિક્રમ ઠાકોર છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં આવવાની પણ જાહેરમાં વાત કરતા રહ્યા છે.
તેમને જ્યારે રાજકારણમાં આવવા વિશે પૂછાયું તો તેમણે શું જવાબ આપ્યો હતો?
વધુ જુઓ આ વીડિયોમાં...
અહેવાલ: તેજસ વૈદ્ય
કૅમેરા: પવન જયસ્વાલ

ઇમેજ સ્રોત, Vikram Thakor/FB
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



