એ ભારતીય મહિલા, જેમની જેલમુક્તિ માટે અમેરિકામાં લોકો રસ્તા પર ઊતર્યા

વીડિયો કૅપ્શન, હરજીત કૌર કોણ છે જેમને મુક્ત કરવાની માગ સાથે અમેરિકામાં હજારો લોકો રસ્તા પર દેખાવો કરી રહ્યા છે?
એ ભારતીય મહિલા, જેમની જેલમુક્તિ માટે અમેરિકામાં લોકો રસ્તા પર ઊતર્યા

અમેરિકાના કૅલિફોર્નિયામાં ભારતીય મૂળના સેંકડો શીખ રસ્તા ઉપર ઊતર્યા હતા. તેમની માગ છે કે 73 વર્ષીય હરજિતકોરને છોડી મૂકવામાં આવે અને તેમને વતન જવા દેવામાં આવે.

આઠમી સપ્ટેમ્બરના રોજ હરજિતકોરને રૂટિન ચેકિંગ દરમિયાન પકડી લેવાયાં હતાં અને જેલમાં મોકલી દેવાયાં હતાં.

હરજિત લગભગ 30 વર્ષ પહેલાં પંજાબથી અમેરિકા ગયાં હતાં અને ત્યાં રહેતાં હતાં.

અમેરિકાના ઇમિગ્રેશન વિભાગનું કહેવું છે કે તે માત્ર પોતાનું કામ કરી રહ્યો છે અને એજન્સીએ માત્ર કાયદેસરની કાર્યવાહી કરી છે.

શું છે હરજિતકોરનો કિસ્સો અને શા માટે પરિવારજનો અને શીખ સમુદાય તેમને છોડી મૂકવાની માગ કરી રહ્યો છે, જાણો આ વીડિયોમાં.

હરજિતકોર, અમેરિકા, આઈસીઈ દ્વારા ધરપકડ

ઇમેજ સ્રોત, Manjit Kaur

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન