કચ્છી ભરતકામને વિશ્વમાં પહોંચાડનાર મહિલાઓની કહાણી

વીડિયો કૅપ્શન, કચ્છી ભરતકામને વિશ્વમાં આટલી નામના કેવી રીતે મળી?
કચ્છી ભરતકામને વિશ્વમાં પહોંચાડનાર મહિલાઓની કહાણી

કચ્છની આ ભૂમિ... કોઈ ચિત્રકારે કેનવાસ પર ઉતારેલી કૃતિ જેવી લાગે છે. આ ભૂમિ સદીઓથી જટિલ ભરતકામની કળાને વરેલી રહી છે.

પબીબહેન રબારી જેવાં કચ્છનાં મહિલાઓના કુશળ હાથોએ આ કલાના વારસાને માત્ર સાચવ્યો જ નથી, પરંતુ તેને સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો પણ છે.

પબીબહેન ફક્ત પાંચમા ધોરણ સુધી જ ભણેલાં છે. તેઓ જણાવે છે કે આધુનિક ટૅક્નૉલૉજી અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સે તેમના કૌશલ્યને કેવી રીતે મર્યાદાઓથી મુક્ત કર્યા છે.

કચ્છના જીકડી ગામનાં સુભદ્રા અને તેમનાં 70 વર્ષનાં માતા પુનીબહેન પણ ટૅક્નૉલૉજીનું મહત્ત્વ સમજે છે.

તેમણે કોરોના રોગચાળા દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર તેમનાં ઉત્પાદનોનો પ્રચાર કરવાનું શરૂ કર્યું અને આજે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર દોઢ લાખથી વધુ ફોલૉઅર્સ છે.

શૂટ-ઍડિટ- ઉત્સવ ગજ્જર

વીડિયો- તેજસ વૈદ્ય

પબીબહેન રબારી, કચ્છ, બીબીસી ગુજરાતી, ભરતકામ
ઇમેજ કૅપ્શન, પબીબહેન રબારી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન