ભારતમાં જમીન નીચે કેટલું સોનું હોવાનો અંદાજ છે અને દેશમાં કુલ કેટલું સોનું છે?
સોનું લાંબા સમયથી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાનો હિસ્સો રહ્યું છે. તેને અનિશ્ચિતતા સામે સુરક્ષા તથા સંપત્તિના વૈવિધ્યીકરણ માટેના માર્ગ તરીકે જોવામાં આવે છે.
ગુજરાત સહિત ભારતમાં પરિવારોની બચત તથા વપરાશમાં સોનું ઊંડાં મૂળ ધરાવે છે, જેને પગલે ભારત આ કિંમતી ધાતુ માટેનાં સૌથી વિશાળ બજારોમાં સ્થાન ધરાવે છે.
તાજેતરનાં સપ્તાહોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, 28મી ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે યુદ્ધ છેડ્યું, તે પછી સોનાના ભાવમાં 10 ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો છે.
અગાઉ શશિ થરૂરે એક સંપાદકીય લેખમાં દલીલ કરી હતી કે, ભારત પાસે નોંધપાત્ર વણવપરાયેલી સંભવિતતા છે, પણ સોનાના ઉત્પાદનમાં તેનો દેખાવ નબળો રહ્યો છે.
નૅશનલ મિનરલ ઇન્વેન્ટરીના જણાવ્યા પ્રમાણે, દેશમાં સોનાની કાચી ધાતુનો કુલ સ્રોત આશરે 51.82 કરોડ ટન છે. પણ તેનો અર્થ એ નથી કે તે તમામનું સરળતાથી ખનન કરી શકાય છે. તેનો સારો એવો જથ્થો (49.45 કરોડ ટન) બાકીનાં સંસાધનો હેઠળ આવે છે, જ્યારે નાનો ભાગ (2.37 કરોડ ટન) જ રિઝર્વ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
બાકીનાં સંસાધનો એટલે એવાં સ્થળો, જ્યાં સોનું હોઈ શકે છે, પણ તેને કાઢવાની પ્રક્રિયા અત્યંત ખર્ચાળ અને મુશ્કેલ હોય છે.
રિઝર્વ એટલે એવાં સ્થળો, જ્યાં ખનન આર્થિક દૃષ્ટિએ સંભવ હોય.
પણ વાસ્તવમાં ભારત પાસે કેટલું સોનું છે? જાણીએ આ અહેવાલમાં.

ઇમેજ સ્રોત, ani
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



