65 વર્ષીય આસામનાં વૃદ્ધા બાંગ્લાદેશની રાજધાની ઢાકા કેવી રીતે પહોંચી ગયાં?
છેલ્લા કેટલાક મહિના દરમિયાન દસ્તાવેજ વગરના હજારો લોકોને 'બળજબરી'થી ભારતથી બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે.
મોટાભાગના લોકોને સરહદ પરથી જ પકડી, તેમની 'ધરપકડ' કરીને સરહદ પાર મોકલી દેવાય છે. આ કામ મોટાભાગે 'અંધારા'માં જ થાય છે.
આને લીધે અનેક પરિવારો વિખૂટા પડી ગયા છે, એટલું જ નહીં હજારો લોકો અજાણ્યા પ્રદેશમાં જતા રહે છે.
ભારતના માનવ અધિકાર સંગઠનોનું કહેવું છે કે ઘણા નાગરિકોને દસ્તાવેજમાં 'મામૂલી ભૂલ' હોવાને લીધે ખોટી રીતે 'વિદેશીનું લેબલ' આપી દેવામાં આવે છે. ભારતમાં 'વિદેશી' તરીકે ઓળખતા આ લોકોની મૂળ રાષ્ટ્રીયતા 'અસ્પષ્ટ' હોય છે.
આસામથી 65 વર્ષનાં વૃદ્ધા સકીના બેગમનો કેસ પણ કંઈક આવો જ છે. સકીના હજારો કિલોમીટર દૂર ઢાકામાંથી મળી આવ્યાં. જ્યાં કોઈ તેમની ભાષા નથી બોલતું.
ઢાકામાં સકીનાની 'ગેરકાયદે પ્રવેશ' બદલ ફરી ધરપકડ કરાઈ એ પહેલાં બીબીસી બાંગ્લાએ તેમના પરિવારને શોધ્યો અને ફોન પર મેળાપ કરાવ્યો. જુઓ સકીના બેગમ અને તેમના પરિવારજનોની કહાણી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



