બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ?
બંગાળની ખાડીમાં સર્જાયેલો લૉ-પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં 25 ઑગસ્ટની આસપાસ આવેલી ડીપ ડિપ્રેશનની સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, વડોદરા, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છના ઘણા વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
આ સિસ્ટમ કચ્છ પરથી આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચી હતી અને આ વર્ષનું 'અસના' નામનું વાવાઝોડું બન્યું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ એક ભાગ્યે જ બનતી ઘટના હતી. સામાન્ય રીતે ચોમાસામાં આપણે ત્યાં વાવાઝોડાં સર્જાતાં નથી.
હાલ બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે. એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે.
તો આ સિસ્ટમ કઈ તરફ જશે, કયાં રાજ્યોને વધારે અસર કરશે અને ગુજરાતમાં તેની અસર થશે કે નહીં તેના વિશે આપણે અહીં માહિતી મેળવીશું.

ઇમેજ સ્રોત, PA
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



