યુપીના ગામની પૂજાએ એવું મશીન બનાવ્યું કે જાપાન જવાનો મોકો મળ્યો
યુપીના ગામની પૂજાએ એવું મશીન બનાવ્યું કે જાપાન જવાનો મોકો મળ્યો
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં રહેતાં પૂજાએ આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે તેમની શાળાના પ્રોજેક્ટમાં 'ડસ્ટલેસ થ્રેશર'નું મૉડલ બનાવ્યું હતું.
વર્ષ 2023માં પૂજાનું મૉડલ 'ઇન્સ્પાયર ઍવૉર્ડ સ્ટાન્ડર્ડ'ની રાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદ કરાયું હતું. તેમાં ભારતમાંથી 60 સ્પર્ધકોને રાષ્ટ્રીય સ્તરે વિજેતા જાહેર કરાયા હતા.
આ વિજેતાઓમાં ઉત્તર પ્રદેશમાંથી પૂજા એકમાત્ર હતાં. હવે વિજ્ઞાન અને ટેકનોલૉજી મંત્રાલયે પૂજાના મૉડલને પેટન્ટ કરાવવા માટે તજવીજ હાથ ધરી છે. હવે તેઓ પોતાના પ્રોજેક્ટ સાથે જાપાન જશે.
એક મજૂર પિતાનાં પુત્રી પૂજાને થ્રેશર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને આ કામમાં કેવી મુશ્કેલીઓ પડી તેના વિશે તેમણે બીબીસી સાથે વાત કરી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



