બિપરજોય વાવાઝોડા પહેલાં દ્વારકાના ગોમતી ઘાટ પર કેવો છે માહોલ?
બિપરજોય વાવાઝોડા પહેલાં દ્વારકાના ગોમતી ઘાટ પર કેવો છે માહોલ?

ઇમેજ સ્રોત, ANI
ભારતના હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડૉ મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું છે કે બિપરજોય અતિભીષણ વાવાઝોડું છે જેના પગલે કચ્છમાં દરિયાકાંઠે બેથી ત્રણ મીટર ઊંચા મોજાં ઊછળશે. પોરબંદર અને દ્વારકામાં અતિભારે વરસાદની સંભાવના છે.
વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગુરુવાર સવારથી હવામાન પલટાઇ ગયું છે.
દ્વારકામાં દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે.



