પેરિસ ઑલિમ્પિકમાં પહોંચનાર પાકિસ્તાનનાં મહિલા દોડવીરની કહાણી

વીડિયો કૅપ્શન,
પેરિસ ઑલિમ્પિકમાં પહોંચનાર પાકિસ્તાનનાં મહિલા દોડવીરની કહાણી

ફાયકા રિયાઝ 100 મીટર દોડ (સ્પ્રિન્ટ)માં 11.70 સેકન્ડનો રાષ્ટ્રીય રેકૉર્ડ ધરાવતાં પાકિસ્તાનનાં સૌથી ઝડપી દોડવીર મહિલા ખેલાડી છે.

તેમણે અરશદ નદીમ પછી પાકિસ્તાનના ટૉપ ટ્રૅક ઍથ્લીટ તરીકે ઑલિમ્પિક ગેમ્સમાં પ્રવેશ મેળવ્યો છે.

તેઓ પેરિસમાં મહિલાઓની 100 મીટર દોડમાં (સ્પ્રિન્ટમાં) ભાગ લેશે.

ફાયકાએ હૉકી ખેલાડી તરીકે શરૂઆત કરી હતી અને 2016માં પાકિસ્તાન મહિલા ટીમના કૅમ્પમાં હાજરી આપીને હૉકીને કાયમ માટે અલવિદા કહી ઍથ્લેટિક્સમાં આગળ વધવા ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ફાયકાને પેરિસ ઑલિમ્પિક 2024માં 100 મીટર દોડમાં કેવી રીતે પ્રવેશ મેળવ્યો એ જાણો વીડિયો અહેવાલમાં...

પાકિસ્તાનનાં મહિલા દોડવીર ફાયકા રિયાઝ