જોડિયા પાવા : ગુજરાતના પરંપરાગત લોકવાદ્યની ખાસિયત જાણો

વીડિયો કૅપ્શન, Jodiya Pava : કચ્છના પરંપરાગત લોકવાદ્યની આ વાતો તમે ખબર છે?
જોડિયા પાવા : ગુજરાતના પરંપરાગત લોકવાદ્યની ખાસિયત જાણો

જોડિયા પાવા કચ્છનું પરંપરાગત લોકવાદ્ય છે. જેમાં એકસાથે બે પાવા વગાડવામાં આવે છે.

આકારના આધારે બંને પાવા અલગ-અલગ છે, એની ઓળખ થઈ શકે છે. પર્ફૉર્મન્સ દરમિયાન બંને પાવા અલગ-અલગ ભૂમિકા ભજવે છે અને સાથે મળીને સૂર રેલાવે છે.

કલાકારોના કહેવા પ્રમાણે, શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો આવે છે, ત્યારે તેમની ડિમાન્ડ વધી જાય છે.

ન કેવળ ગુજરાત, પરંતુ પાડોશી રાજ્યો અને દેશમાં પણ જોડિયા પાવાનું ચલણ છે.

જાણો લોકવાદ્યની વિશેષતાઓ આ વીડિયોમાં.

કચ્છ રણોત્સવ, જોડિયા પાવા, માલધારીઓનું વાજિંત્ર
ઇમેજ કૅપ્શન, જોડિયા પાવા વગાડવાને કારણે કલાકારોને શ્વાસનળીમાં કષ્ટ પડે છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.