ગુજરાતમાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, ફરી નવો રાઉન્ડ ક્યારે?

વીડિયો કૅપ્શન,
ગુજરાતમાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, ફરી નવો રાઉન્ડ ક્યારે?

મંગળવારે, 2 જુલાઈએ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે.

કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી, મોરબી તથા સુરત, તાપી, વલસાડ, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે.

આ સિવાય પણ રાજ્યમાં છૂટોછવાટો વરસાદ નોંધાયો છે અને હજુ પણ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે. 2 જુલાઈના રોજ બનાસકાંઠામાં અતિભારે વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં 2થી 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

હાલ ઉત્તર ગુજરાત પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે રાજ્યના હજી ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા છે.

2 જુલાઈના રોજ ચોમાસાએ દેશના તમામ વિસ્તારોને આવરી લીધા છે અને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની આસપાસ બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગે હજી પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

છેલ્લાં એકાદ અઠવાડિયાંથી સતત વરસી રહેલા વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે, એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ - સુમિત વૈદ્ય