અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયાસ કરતા વિસ્થાપિતોની શું વ્યથા છે?

વીડિયો કૅપ્શન, અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયાસ કરતા વિસ્થાપિતોની શું વ્યથા છે?
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયાસ કરતા વિસ્થાપિતોની શું વ્યથા છે?

વિશ્વના ઘણા દેશોમાંથી ઘણા લોકો ‘અમેરિકન ડ્રીમ’ને હકીકતમાં અનુભવવા માટે ગમે તે ભોગે અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસ કરતા હોય છે.

અમેરિકા જવાની આ ‘ઘેલછા’માં કેટલાક જીવ માટે જોખમી અને ખતરનાક રીતો પણ અનુસરે છે.

જેમાં કેટલાક ભારતીયો પણ સામેલ છે.

ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માગતી વ્યક્તિઓને ન માત્ર કુદરતી પરંતુ અનેક માનવસર્જીત અડચણો પણ પાર કરવી પડે છે. તેમની સામે જીવનમાં ક્યારેય ન સામનો કર્યો હતો તેવા પડકારોનો ખડકલો હોય છે.

તેમાં પણ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ સર્જેલી તારાજી બાદ તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માગતા લોકોનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.

આ મુદ્દો અમેરિકામાં પણ સ્થાનિક રાજકારણનો મોટો મુદ્દો છે.

તાજેતરમાં જ અમેરિકા, કૅનેડા અને મૅક્સિકો, એવા ત્રણેય મિત્ર દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મુલાકાત યોજાઈ હતી.

રેડ લાઇન
રેડ લાઇન