ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે શપથ લઈ આગામી રણનીતિ વિશે શું કહ્યું?
વીસાવદર વિધાનસભા બેઠક પર આપના ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને હરાવીને હલચલ મચાવી દીધી છે.
બુધવારે ગોપાલ ઇટાલિયાએ વીસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ કહ્યું કે, "આજે માત્ર ધારાસભ્ય તરીકે શપથ નથી લીધા, આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના, ગુજરાતમાંથી તાનાશાહી હટાવવાના."
બીબીસી સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે, "ગુજરાતની આમ જનતાનું શોષણ થઈ રહ્યું છે, ક્યારેક પુલ તૂટે, ક્યારેક પેપર પૂટે, વ્યાજમાફિયા અને ગુંડાઓના કારણે લોકોને પોતાનું જીવન ટૂંકાવવું પડે છે. આ તમામ પરિસ્થિતિમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી સ્વરાજ આવે તેના માટે શપથ લીધા છે."
ગુજરાત વિધાનસભામાં162 બેઠકનું સંખ્યાબળ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના પ્રભુત્વની વિરુદ્ધમાં સામે પ્રવાહે તરીને તેમણે જીત મેળવી છે.
માત્ર પાંચ વર્ષ પહેલાં જ ગુજરાતના રાજકારણમાં પ્રવેશનારા ગોપાલ ઇટાલિયા છેક ગુજરાત વિધાનસભા સુધી પહોંચી ગયા છે, તેમણે મેળવેલી જીતની ચર્ચા સમગ્ર ગુજરાતમાં છે.
વીડિયો : તેજસ વૈદ્ય

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



