આ જોડિયાં બહેનો કેવી રીતે પ્રથમ પ્રયાસમાં જ સીએ ટૉપર બની?
આ જોડિયાં બહેનો કેવી રીતે પ્રથમ પ્રયાસમાં જ સીએ ટૉપર બની?
મુંબઈમાં રહેતાં સંસ્કૃતિ અને શ્રૃતિ પરોલિયાએ પહેલા જ પ્રયાસમાં સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષા પાસ કરી છે.
નવેમ્બર 2023માં યોજાયેલી પરીક્ષામાં સંસ્કૃતિ ભારતમાં બીજા ક્રમાંકે તો શ્રૃતિ આઠમા ક્રમાંકે પાસ થયાં છે.
જોડિયાં બહેનો માટે આ ખરેખર એક યાદગાર સિદ્ધિ છે.
તેમના પિતા, મોટા ભાઈ અને ભાભી પણ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. જાણો, કેવી રીતે બંને બહેનોએ આ કપરી મનાતી પરીક્ષામાં એક સાથે પ્રથમ પ્રયાસમાં જ સફળતા મેળવી માત્ર બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.






