અમદાવાદ પ્લેન ક્રૅશ : 10 તસવીરમાં જુઓ વિમાન તૂટીને પડ્યું ત્યાં કેવાં ભયાનક દૃશ્યો સર્જાયાં

ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના તસવીરોમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, મેઘાણીનગર, બીજે મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Saurabh Sirohiya/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં થયેલી પ્લેન ક્રૅશની ઘટનામાં હૉસ્ટેલને મોટું નુકસાન થયું છે. બિલ્ડિંગ આખી જાણે કે કાટમાળમાંથી ફેરવાઈ ગઈ હતી.
ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના તસવીરોમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, મેઘાણીનગર, બીજે મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Raju Shinde/Hindustan Times via Getty Images

ગુરુવારે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 171એ ઉડ્ડાણ ભરવાની ગણતરીની મિનિટોમાં જ ક્રૅશ થઈ ગઈ હતી. ઍરલાઇન્સ કંપનીના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનામાં મુસાફર તથા ક્રૂ મેમ્બર સહિત 241 લોકોનાં મોત થયાં છે.

ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના તસવીરોમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, મેઘાણીનગર, બીજે મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Raju Shinde/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, વિમાનનો કાટમાળ પડતા હૉસ્ટેલમાં ભોજન લેવા બેઠેલા વિદ્યાર્થીઓએ તેમનાં ભોજન અધૂરાં મૂકીને જીવ બચાવ્યા હતા

વિમાન પડવાથી બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલને ભારે નુકસાન થયું હતું. અહીં તબીબી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ બપોરના સમયે જમવા માટે ભોજનખંડમાં એકઠા થયા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના તસવીરોમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, મેઘાણીનગર, બીજે મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Elke Scholiers/Getty Images

ઇમેજ કૅપ્શન, જેસીબી અને બુલડોઝર જેવાં ભારે સાધનોની મદદથી વિસ્તારમાં કાટમાળ ખસેડાઈ રહ્યો છે

નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સના અધિકારી હરિઓમ ગાંધીના કહેવા પ્રમાણે, પ્લેન ક્રૅશના સ્થળને સાફ કરવાની પ્રક્રિયા ચાલુ છે. એક વખત આ કામગીરી પૂર્ણ થશે એ પછી જ કેટલાં મૃત્યુ થયાં છે, તેનો સ્પષ્ટ આંકડો આપી શકાશે.

ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના તસવીરોમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, મેઘાણીનગર, બીજે મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વિમાનના એક એન્જિનનો કાટમાળ

ઍર ઇન્ડિયાની અમદાવાદથી ગૅટવિક જતી ફ્લાઇટ એઆઈ 171 ઉડ્ડાણ ભરવાની ગણતરીની મિનિટોમાં ઍરપૉર્ટની બહારના રહેણાક વિસ્તારો પર પડી હતી. ભારત, અમેરિકા તથા બ્રિટનના તપાસકર્તા દુર્ઘટનાનાં કારણો અંગે તપાસ કરશે.

ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના તસવીરોમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, મેઘાણીનગર, બીજે મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બે માળ વચ્ચે અટવાઈ ગયેલી બૉઇંગ 787-8 ડ્રીમલાઇનરની ફ્રેમ

નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ, નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ, ફૉરેન્સિક ટીમ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ, ગુજરાત પોલીસ તથા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ સહિતની પાંખોના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.

ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના તસવીરોમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, મેઘાણીનગર, બીજે મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ફ્લાઇટ એઆઈ 171ના મુસાફર તથા ક્રૂ મેમ્બરનો સામાન

ગુરુવારની દુર્ઘટનાને પગલે બૉઇંગના શૅરના ભાવોમાં પાંચ ટકા જેટલો કડાકો બોલી ગયો હતો. કંપનીના સીઈઓએ મૃતક પૅસેન્જર તથા ક્રૂ મેમ્બરના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

ઍર ઇન્ડિયાના સીઈઓ પણ શુક્રવારે સવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ વિશે જાતમાહિતી મેળવી હતી.

ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના તસવીરોમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, મેઘાણીનગર, બીજે મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Vikas Pandey/BBC

ઇમેજ કૅપ્શન, વિમાનની આગને કારણે કાળી પડી ગયેલી ઇમારત

અમદાવાદથી ગૅટવિક પહોંચવા માટે ઍર ઇન્ડિયાનું વિમાન લગભગ એક લાખ લિટર કરતાં વધુનું ઇંધણ લઈને ઊપડ્યું હતું. જ્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, ત્યારે તે અગનગોળામાં ફેરવાઈ ગયું હતું.

ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના તસવીરોમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, મેઘાણીનગર, બીજે મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Yogita Limye/BBC

ઍર ઇન્ડિયાનું વિમાન એઆઈ 171 દુર્ઘટના તસવીરોમાં, અમદાવાદથી લંડનની ફ્લાઇટ, મેઘાણીનગર, બીજે મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી,

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન